ધાંગધ્રા સબજેલમાંથી દિવાલ કૂદીને એક આરોપી ફરાર - ધાંગધ્રા સબ જેલર યુવરાજસિંહ ઝાલા
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા શહેરમાં આવેલી સબ જેલમાં અવારનવાર મોબાઈલ તેમજ કેદીઓ ભાગી જવાના બનાવ બનતા હોય છે, ત્યારે શહેરમાં ઓગસ્ટ માસમાં બનેલી હત્યાના કેસમાં તોસીફ બલોચને 12 ઓગસ્ટના રોજ ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેમાં રવિવારે બપોરે 12 વાગ્યે આસપાસ કેદીઓને બહારથી બેરેકમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન કેદી તોસીફ નજર ચૂકવી બહાર નીકળી ગયો હતો અને જેલની પાછળ આવેલી દીવાલ પર ચડીને કૂદકો મારી ફરાર થઈ ગયો હતો. આ બનાવના સમાચાર મળતા મામલતદાર ભગીરથસિંહ ઝાલા, જેલર એલ.આર.પટેલ, સબ જેલર યુવરાજસિંહ ઝાલા, ડી.વાય.એસ.પી,પીઆઈ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. તેમજ જિલ્લાભરમાં નાકાબંધી કરી કેદીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી.