Plan For Natural Products:અમુલ જલ્દી પ્રાકૃતિક પેદાશો માટેનો પ્લાન લોન્ચ કરશે: સોઢી - પ્રાકૃતિક પેદાશો માટેનો પ્લાન લોન્ચ
ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના (GCMMFL) મેનેજિંગ ડિરેક્ટર ડો.આર એસ સોઢી (Managing Director Dr. R. S. Sodhi) એ etv ભારત સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, અમુલ દ્વારા પ્રાકૃતિક અને ઓર્ગેનિક વિષય પર વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન દ્વારા ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેત ઉત્પાદનોને (Plan For Natural Products) સ્થાનિક તેમજ વિશ્વિક બજારમાં સ્થાન મળી શકે તે હેતુએ અમુલ અને અન્ય સહકારી સંસ્થાનો દ્વારા તે પ્રોડક્ટનું બ્રાન્ડ વિતરણ થાય તે માટે ગ્રાહક અને ખેડૂતો સાથે સંકળાયેલ સંસ્થાનો દ્વારા આયોજનબદ્ધ પ્રયત્નો કરવા આહવાન કર્યું હતું, અને અમુલ દ્વારા આ બાબતે યોગ્ય તૈયારી અને આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.