ખેડૂતોની આશ પૂરી, વરસાદનું થયું આગમન - gujarat
અમરેલી: રાજ્ય સહિત જિલ્લામાં ઠેર-ઠેર વરસાદનું આગમન થયું છે. ગાજવીજ સાથે શરૂ થતા વરસાદથી ખેડૂતમાં ખુશીની લહેર જોવા મળી હતી. અમરેલી જિલ્લામાં મેઘરાજાનું આગમન લાઠી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાવરકુંડલા, લીલીયા, દામનગર, પાંચતાલાવડા, એકલેરા અને દામનાગરમા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદને પગલે રોડ-રસ્તાઓમાં પાણી વહેતા થયા હતા. ખેડૂતોના ઉભા પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.