અમિત શાહના જન્મ દિવસે તેમના દીર્ઘાયુષ્ય માટે જગન્નાથ મંદિરમાં આરતી કરાઈ - Amit Shah birthday celebration
અમદાવાદઃ દેશના ગૃહપ્રધાન અમિત શાહનો આજે જન્મદિવસ છે, ત્યારે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી અમિત શાહની આસ્થા સાથે જોડાયેલું મંદિર એટલે અમદાવાદનું જગન્નાથ મંદિર...ત્યાં ગૃહપ્રધાન અમિત શાહના સ્વસ્થ જીવન માટે ભગવાન જગન્નાથની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણી, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મેયર બીજલ પટેલ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં.