કચ્છની અબડાસા પેટા ચૂંટણીમાં અમિત ચાવડાએ કર્યા ભાજપ પર ગંભીર આક્ષેપ - અબડાસા
કચ્છ/નખત્રાણા: ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને કચ્છની અબડાસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસની આ સભામાં ગુજરાત ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલીમામદભાઈ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. અબડાસા પેટાચૂંટણીના પ્રચારને હવે થોડો સમય જ બાકી છે, ત્યારે ભાજપમાં ગાબડું પડતાં પેટા ચૂંટણીમાં નવા રાજકિય સમીકરણો રચાય તેમ માનવામાં આવી રહ્યું છે.