ગુજરાત સરકારની કામગીરી પર અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા - Government of Gujarat
આણંદઃ દેશમાં કોરોના વાઇરસના કારણે લોકડાઉન લાગુ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાત સરકારની કામગીરી અને લીધેલા નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે રૂપાણી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકારને અવાર નવાર રજૂઆત કરી હોવા છતાં સરકાર ટ્રમ્પના સ્વાગત અને મધ્યપ્રદેશની સરકાર પાડવામાં વ્યસ્ત હતી. હવે જ્યારે સંક્રમણ વધ્યું ત્યારે એસી ચેમ્બરમાં બેસી વીડિયો કોન્ફરન્સ કરી સૂચનાઓ આપી રહ્યા છે.