કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી - Amit Chavda paid tributes to former Chief Minister Keshubhai Patel
સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી ખાતે પેટા ચૂંટણીના પ્રચાર અર્થે કોંગ્રેસ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું. જો કે, આ સંમેલન પહેલા પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જાહેર સભાને સંબોધે તે પહેલા બે મિનિટ મૌન પાળી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી શોક વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર, ધારાસભ્યો ઋત્વિક મકવાણા, નૌશાદ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.