મેટ્રોની બાજુમાં રોડ તુટવા બાબતે AMC દ્વારા કડક સૂચના અપાઈ - અમદાવાદ
અમદાવાદ: શહેરમાં એક તરફ ખાડા પડ્યા છે. જેને કોર્પોરેશન દ્વારા કોઇ પણ કામગીરી કરી સરખા કરવામાં આવતા નથી, ત્યારે મેટ્રોની કામગીરી ત્યાં ચાલી રહી છે, ત્યાં રોડ-રસ્તા તૂટી ગયા છે. જે બાબતે મેટ્રોના મેનેજિંગ ડાયરેક્ટર સાથે મિટિંગ કરી તેને તાત્કાલિક સરખા કરવા માટે જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત શાહપુર અને ઘી કાંટા જેવા વિસ્તારોમાં જ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. ત્યાં પણ પાણી ભરાવાના લીધે મચ્છરના બ્રિડિંગની ફરિયાદ મળી છે. જેને 20 દિવસમાં દૂર કરવા જણાવવામાં આવ્યું છે. અગાઉ મચ્છરોના બ્રીડિંગ મળતા ત્રણ લાખનો દંડ પણ મેટ્રોને ફટકારવામાં આવ્યો હતો.