અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું સમાપન, 18 લાખથી વધુ ભાવિક ભક્તોએ લીધો લ્હાવો - ભાદરવી પૂનમનો મેળો
અંબાજીઃ મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે સમાપન થયુ છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ માતાજીની આરતી ઉતારીને ધજા ચઢાવી હતી. તેમજ સૌની મનોકામના પૂર્ણ કરવા આશીર્વાદ માગ્યા હતા. મેળાના આ સાત દિવસ દરમિયાન 18 લાખથી વધુ ભાવી ભક્તોએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. આ સાથે જ 7 હજારથી વધુ ધજાઓ અંબેમાને અર્પણ કરવામાં આવી છે. અંબાજીનો મેળો પુર્મ થયો છે પરંતુ ભક્તોની શ્રધ્ધા અને અતુટ વિશ્વાસ હંમેશા રહેશે.
Last Updated : Sep 15, 2019, 7:33 AM IST