સી આર પાટીલના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનના આક્ષેપ સાથે કોંગ્રેસે જિલ્લા SPને આવેદન પત્ર આપ્યું - The event was attended by about 500 leaders and activists
અરવલ્લી જિલ્લાના મોડાસામાં શનિવારે કોલેજ કેમ્પસમાં ભામાશા હોલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપના 500 જેટલા અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. જેથી સરકારે કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને બહાર પાડેલી ગાઈડલાઈનનો સારેઆમ ભંગ થયો હતો. તેવા આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિએ એસ.પી સંજય ખરાતને આવેદનપત્ર આપ્યુ હતું. આવેદન પત્રમાં સી.આર. પાટીલના કાર્યક્રમની મંજૂરી મેળવી હતી કે નહિ અને મંજૂરી ન લીધી હોય તો કાયદેસરના પગલાં ભરવાની માગ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઇ ત્રીજી વખત આવેદનપત્ર આપવામાં આવ્યું છે.