અરવલ્લી: વિકાસના કાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થતા રાજકારણ ગરમાયુ - Aravalli
અરવલ્લીઃ જિલ્લાના કોંગ્રેસના ધારાસાભ્ય જશુ પટેલે જિલ્લા આયોજન વિભાગ દ્વારા વિકાસના કામોમાં કટકી અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તેવા આક્ષેપ સાથે બે દિવસ સુધી સતત વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે જિલ્લામાં રાજકારણ ગરમાયુ છે. જશુ પટેલ ખોટી પ્રસિદ્ધિ માટે રાજકીય સ્ટંટ કરતા હોવાના આક્ષેપ સાથે માલપુર તાલુકાના ભાજપના કાર્યકરો અને સરપંચો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.