જામજોધપુર તાલુકાના તમામ પેટ્રોલપંપ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી - પેટ્રોલપંપ બંધ રાખવાની ચીમકી
જામનગર: જામજોધપુર તાલુકામાં સહકારી મંડળી અને સરકાર દ્વારા પેટ્રોલ તેમજ ડીઝલના વેચાણમાં ગેરરીતિ થતી હોવાની જિલ્લા કલેક્ટરને અવાર-નવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ અંગે તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી કરીને પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખે તાલુકાના તમામ પેટ્રોલ પંપ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. જેનો અમલ 18 ડિસેમ્બરથી કરવામાં આવશે.