કોરોના ઇફેક્ટ: જામનગરમાં તમામ જાહેર સ્થળો કરવામાં આવ્યા બંધ, લોકોની ભીડ એકઠી ન થાય તે માટે લેવાયું પગલું
જામનગરઃ શહેરમાં કોરોના વાઇરસને લીધે તમામ જાહેર સ્થળોને બંઘ કરવામાં આવ્યા છે. લોકોની ભીડ એકઠી ન થાય તે માટે જાહેર સ્થળોને બંધ કરવામાં આવ્યા છે. શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક, લાખોટા લેક સહિતના જાહેર સ્થળો પર ભીડ એકઠી થતી હોય છે. જેને પગલે મહાનગરપાલિકામાં કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં જાહેર સ્થળો પર લોકો ભેગા ન થાય તે માટે બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે.