ડીઝલના ભાવ ઘટાડવા માટે અખિલ માછીમાર મહામંડળ ગુજરાત દ્વારા CMને રજૂઆત - વિજય રૂપાણી
પોરબંદરઃ વિશ્વભરમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. મોટા ભાગના ઉદ્યોગ-વ્યવસાય ઠપ છે. ત્યારે માછીમારોએ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, આવા કપરા સમયે ડીઝલના ભાવમાં એકાએક વધારો થતાં અખિલ માછીમાર મહામંડળ ગુજરાત દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.