ભરૂચમાં 'મહા' વાવાઝોડાની અસરના પગલે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક - ભરૂચમાં મહા વાવાઝોડુ
ભરૂચઃ 'મહા' વાવાઝોડાની સંભવિત અસરના પગલે સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ મોડ પર છે, ત્યારે ભરૂચમાં અધિકારીઓની તાકીદની બેઠક યોજાઇ હતી. કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં સબંધિત વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતાં. 'મહા' વાવાઝોડાની અસરથી ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના 40 ગામો પ્રભાવિત થશે, ત્યારે આ ગામના લોકોનો સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયા છે. જો કે, ભરૂચ જિલ્લામાં 'મહા' વાવાઝોડાની ઓછી અસર થાય એવી શક્યતા છે.