વડોદરા જિલ્લાના પાદરા ખાતે કોર્પોરેટરની ગાડીમાંથી દારૂ ઝડપાયો - Alcohol recovered from a corporater's car
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ રાજ્યમાં એક તરફ દારૂ બંધીની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યમાંથી દારૂ પકડાઈ રહ્યો છે. વડોદરા ગ્રામ્ય LCB પોલીસે બાતમીના આધારે વડોદરા તરફથી પાદરા કારમાં લઇ અવાતો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લાના પાદરા ખાતેના પ્રવેશ દ્વારા પાસે લિસ્ટેડ બુટલેગર અને પાદરા નગરપાલિકાના કોપોરેટર ભાવેશ પટેલ ઉર્ફે લાલુ ફરાર થઈ ગયો હતો. વિદેશી દારૂ અને કાર સાથે પોલીસે અંદાજે રૂપિયા 10 લાખની કાર અને અંદાજે રૂપિયા 36 હજાર મળી કુલ રૂપિયા 10 લાખ 36 હજારનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.