ગણેશ ઉત્સવને લઈને અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું - ગણેશ ઉત્સવ
વડોદરા: ઉત્સવપ્રીય નગરી વડોદરામાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જેને લઈને તમામ ગણેશ મંડળો દ્વારા 2-3 મહિના પહેલાંથી પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે ગણેશ ઉત્સવને સાવચેતી અને સાદાઈ પૂર્વક તેમજ નિયમોના પાલન સાથે ઉજવવાની ફરજ પડી છે. જેથી અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના પ્રમુખ વિજય જાદવની આગેવાનીમાં હોદ્દેદારોએ અધિક નિવાસી કલેક્ટર ડી.આર.પટેલને આવેદનપત્ર આપી, ગણેશ ઉત્સવ અંગે તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.