વરસાદના કારણે રાજકોટની આજી નદી બની ગાંડીતૂર, નિચાણવાળા વિસ્તાર કરાયા ખાલી - rajkot latest news
રાજકોટઃ શહેર સહિત આસપાસના વિસ્તારમાં દિવસ દરમિયાન સારો વરસાદ થતાં મોડી રાત્રીએ રાજકોટની આજી નદી ગાંડીતૂર બની હતી. આજી નદીમાં ઘોડાપૂર આવતા રામનાથ મહાદેવનું મંદિર પણ નદીમાં પ્રવાહમાં ડૂબી ગયું હતું, જ્યારે નદીની આસપાસના વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં પણ ગોઠણ સુધી પાણી ભરાયા હતા. જેથી પોલીસ કાફલો અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નિચાણવાળા રહેણાંક મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.