ગુજરાત

gujarat

ETV Bharat / videos

જમાલપુર વોર્ડની 3 બેઠકમાં AIMIMની જીત - સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2021

By

Published : Feb 23, 2021, 6:32 PM IST

Updated : Feb 23, 2021, 6:51 PM IST

અમદાવાદ: 21 ફેબ્રુઆરીના રવિવારે રાજ્યની 6 મહાનગરપાલિની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું, ત્યારે આજે મંગળવારે મતગણતરી ચાલી રહી છે. જેમાં અમદાવાદના જમાલપુર વોર્ડમાં પ્રથમ વખત ગુજરાતમાં દાવ ખેલવા આવનારી AIMIMની પાર્ટીના 3 કોર્પોરેટરની જીત થઇ છે. AIMIMની આ જીતના કારણે કોંગ્રેસને ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. જેમાંથી 96 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 46, 24, 592 મતદારો હતા. જે પૈકી 24, 14, 451 પુરુષો, 22, 09, 976 મહિલા અને 165 ટ્રાન્સજેન્ડર હતા.
Last Updated : Feb 23, 2021, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details