વડોદરાની મુલાકાતે આવેલા AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાનું CAAને સમર્થન - પ્રવીણ તોગડીયાએ CAAનું સમર્થન
વડોદરાઃ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અગ્રણી ડૉ.પ્રવીણ તોગડીયા મંગળવારના રોજ વડોદરા શહેરના મહેમાન બન્યા હતા. શહેરમાં કાર્યકરોને મળવા પહોંચેલા પ્રવીણ તોગડીયાનું AHPના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવીણ તોગડીયાએ પત્રકારો સાથેની મુલાકાતમાં અનેક મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રવીણ તોગડીયાએ CAA મુદ્દે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પ્રવીણ તોગડીયાએ CAAનું સમર્થન કર્યું હતું. પરંતુ હિંસા ભડકાવનારાઓને વિરોધની પરવાનગી મુદ્દે સવાલ સાથે રોષ પણ વ્યક્ત કર્યો હતો. જ્યારે, NRC મુદ્દે તોગડીયાએ કહ્યું હતું કે, પહેલે ઉનકો પૂછો પહેલે તય કરે ,એક વ્યક્તિ કહેતા હે લાયેંગે ઓર પ્રધાનમંત્રી કહેતે હે ન લાયેંગે. ઉનકો પૂછો કે બાંગ્લાદેશી મુસલમાનો કો દામાદ બનાકે રખના હે યા ભેજના હે. તય કરો પહેલે તેમ કટાક્ષ ભર્યા શબ્દોમાં પ્રહારો કર્યા હતા.