અમદાવાદમાં યુ.એન.મહેતા વિદ્યાર્થી ગૃહનું લોકાર્પણ 5 જાન્યુઆરીએ CM રૂપાણીના હસ્તે કરવામાં આવશે - અમદાવાદ સમાચાર
અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારમાં આવેલ યુ.એન.મહેતા વિદ્યાર્થી ગૃહનું લોકાર્પણ 5 જાન્યુઆરીના રોજ ગુજરાત કન્વેન્શન સેન્ટર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મુખ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી 500થી વધારે વિદ્યાર્થી બહારગામથી આવશે 30 કરોડના ખર્ચે આ વિદ્યાર્થી ગૃહનું નવિનીકરણ થયું છે. જેમાં 360 વિદ્યાર્થીઓની ક્ષમતા છે જે 1,25,000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલ છે. જેમાં સંપૂર્ણ સગવડતા સાથેના 120 રૂમ, લાયબ્રેરી, ઓડિટોરિયમ હોલ, જીમ, પાઠશાળા ઇન્ડોર ગેમ ,અત્યાધુનિક રસોડું તેમજ ભોજન અને જિનાલય વગેરેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.