અમદાવાદ-ઉદેપુર NH-8 પર દોડતી કારમાં આગ લાગી - arvlii latest news
અરવલ્લીઃ અમદાવાદ-ઉદેપુર NH-8 પર શામળાજી નજીક પસાર થતી કારમાં અચાનક આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી. મોડાસામાં રહેતા રમેશભાઈ સોની ફોર્ડ ફિયેસ્ટા કારમાં તેમના પરિવાર સાથે મહાસુદ પૂનમે ટોરડા સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે જઈ પરત ફરી રહ્યા હતા, ત્યારે કારમાં આગ લાગતા કાર ચાલક અને તેમના પરિવાર ત્વરિત નીચે ઉતરી જતા ૪ લોકોનો આબાદ બચાવ થતા જાનહાની ટળી હતી.