અમદાવાદમાં રંગોળીના રંગોનું ધૂમ વેચાણ - લાલ દરવાજા બજાર
અમદાવાદ: દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં ઠેર-ઠેર રંગોળી વિવિધ રંગ વેચાઈ રહ્યાં છે. લાલ દરવાજા બજાર સહિત અનેક વિસ્તારોમાં સજાવટની વસ્તુઓની ખરીદી મોટા પ્રમાણમાં થઈ રહી છે. રંગબેરંગી રંગો, કોડીયા, કેન્ડલ, ફૂલ અને આકર્ષક તોરણો સહિતની વસ્તુઓની ખરીદીમાં વધારો થયો છે. જેથી વસ્તુઓના ભાવમાં પણ સામાન્ય દિવસો કરતાં વધારો જોવા મળી રહ્યો છે. તો રંગોળીના રંગોનો ભાવ ગત વર્ષની સરખાણીએ વઘ્યો છે. હાલ, બજારમાં 25 થી 30 રૂપિયા કિલો રંગનું વેચાણ થઈ રહ્યું છે. આમ, લોકો દિવાળી પ્રસંગે ઘરને રંગોળીથી સજાવવા માટે વિવિધ રંગોની ખરીદી કરી રહ્યાં છે.