AMCની સામાન્ય સભામાં વિપક્ષ નેતાની ઉગ્ર રજૂઆત - સામાન્ય સભામાં વિપક્ષ નેતાની ઉગ્ર રજૂઆત
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભા બુધવારે મળી હતી. જેમાં વિપક્ષી નેતાએ BRTSના મુદ્દે ટાંકીના તેમજ જવાબ ના આપવાના અને માહિતી છુપાવવાના મુદ્દે રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં વિપક્ષ નેતા દિનેશ શર્માએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નેહરા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. દિનેશ શર્માએ જણાવ્યું કે, કમિશ્નર દ્વારા કોર્પોરેશનના કામોની અધુરી માહિતી આપવામાં આવે છે. જળ વિહારથી લઈને બીજા અનેક કામોની માહિતી અધૂરી આપી છે. જ્યારે પણ માહિતી માગવાની વાત આવે ત્યારે કમિશ્નરના PA દ્વારા અધૂરી જ માહિતી મળી છે, પુરી માહિતી ન આપી કમિશ્નર શું છૂપાવવા માગે છે તે ખબર પડતી નથી.