અમદાવાદમાં CAA અને NRCનો વિરોધ, NSUIના કાર્યકરો અને નેતાઓની અટકાયત કરાઈ - latest news in CAB
અમદાવાદ: શહેરમાં CAA અને NRC મામલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે શહેરના લાલદારવાજા ખાતે આવેલી સી.યુ.શાહ કોલેજ ખાતે સવારથી જ NSUIના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે NSUIના કાર્યકરો તથા આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. જે બંધના એલાનના પગલે પોલીસ દ્વારા આજે કોઈને રેલી કે, પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી નહોતી. જેથી વિરોધ કરી રહેલા NSUIના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અટકાયતનો પણ કાર્યકરોએ વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે, આજના વિરોધ પ્રદર્શનમાં NSUIના રાષ્ટ્રીય પ્રમુખ નિરજ કુંદન પણ જોડાવવાના હતા પરંતુ કોઈ કારણસર તેઓ આવ્યા ન હતા.