અમદાવાદ પોલીસ કમિશ્નરે ઉચ્ચ અધિકારીઓ સાથે ક્લસ્ટર ક્વોરેન્ટાઇન સહિતના વિસ્તારની લીધી મુલાકાત - અમદાવાદ ક્લસ્ટર કોરોન્ટાઇન
અમદાવાદઃ કોરોના વાઇરસના સંક્રમિત અનેક લોકો અમદાવાદમાં છે અને કેટલાક વિસ્તારમાં મોટી સંખ્યામાં વાઇરસ ફેલાવો થઇ રહ્યો છે. જેના કારણે સમગ્ર વિસ્તારને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન જાહેર કરવામાં આવ્યો છે અને તે વિસ્તારને સંપૂર્ણપણે બંધ વિસ્તારની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના કાલુપુર, દરિયાપુર સહિતના વિસ્તારોમાં જ્યાં ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યું છે ત્યાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને મુલાકાત લીધી હતી અને બંદોબસ્ત અંગે નિરીક્ષણ કરી સમીક્ષા કરી હતી. કમિશ્નર દ્વારા લોકોને પણ ઘરની બહાર ના નીકળવા તથા નિયમોનો ભંગ ના કરવા માટે અપીલ કરવામાં આવી હતી.