અમદાવાદઃ 21 દિવસના લોકડાઉન હેઠળ શહેર સજ્જડ બંધ - corona latest upadtes
અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન કરાયુ છે. ત્યારે, અમદાવાદ શહેર સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે. શહેરમાં પોલીસ દ્વારા બેરીકેટ લગાડીને તમામ આવતા-જતા વાહનોનું ચુસ્તપણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ હરવા-ફરવા માટે નીકળેલા યુવાનોને શિક્ષા પાઠ ભણાવી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.