અમદાવાદમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, યુવક પર કર્યો છરી વડે હુમલો - ahmedabad news
અમદાવાદઃ SG હાઇવે પર આવેલું ડેનીઝ કોફીબારમાં અમદાવાદ શહેરના થલતેજ ગામના યુવક સાહિલ ઠાકોરને બે યુવકોએ અંગત અદાવતમાં છરીના ઘા માર્યા હતા. જેમાં યુવક ગંભીર રીતે ઘાયલ થતા મિત્રો દ્વારા નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં સાહિલ ઠાકોરની તબિયત નાજુક હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ થલતેજ વિસ્તારના હોવાથી સોલા પોલીસે આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. તો કોફીબારમાં CCTV કેમેરા લગાવાયા હોવા છતાં કેમેરા બંધ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે, કોફીબાર માલિક સામે પોલીસે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે કોફીબારના કર્મચારીઓ અને ઈજાગ્રસ્ત સાહિલના મિત્રોની પણ પુછપરછ શરૂ કરી છે. નજીવી બાબતમાં એક યુવકને કોફીબારમાં મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આરોપીઓ ખુલ્લે આમ છરી મારીને ફરાર થઇ જાય છે. ત્યારે, આરોપીઓને પોલીસનો ખોફ નહીં હોવાનું પણ લાગી રહ્યું છે.