અમદાવાદના ઓઢવ રોડની થોડા જ વરસાદમાં થઇ દુર્દશા - odav road
અમદાવાદઃ ચોમાસાના દિવસોની હજી તો શરૂઆત છે, ત્યાં જ અમદાવાદની ચારેકોરથી પસાર થતા રિંગરોડ ઉપર ઓઢવ પાસે જો તમે પસાર થાવ તો તમને ચારે બાજુનો રોડ તૂટેલા દેખાશે તેમજ રોડ ઉપર જેટલા ખાડા પડી ગયેલા દેખાશે કે જાણે ક્યારેય નથી પણ કોઈ ખેતરમાંથી પસાર થતા હોય તેવો અહેસાસ થઈ શકે છે. હજી થોડાક સમય પહેલાં જ ઓઢવ ઉપર નવો બનેલો રિંગરોડ ઉપરના પુલનો ઉદ્ઘાટન થયેલું હતું તેમાં પણ રોડ તૂટી જવાના તેમજ કાંકરી કુકડી જવાથી વાહનચાલકો લપસી પડવાના ઘટના પણ બનેલી હતી, પરંતુ સૌથી બદતર ખરાબ હાલત હોય તો ઓઢવ પાસેના નવા નિર્માણ પામેલા બ્રિજની નીચેથી જે મેઇન રોડ પસાર થાય છે, ત્યાંથી વાહનચાલકોને કમરના સાંધા તૂટી જાય કેટલી ખરાબ હાલત જોવા મળી છે.