મોરારીબાપુ પર હુમલાના પ્રયાસમાં આહીર સમાજ પબુભા માણેક સામે નોંધાવશે ફરિયાદ - આહીર સમાજ પબુભા માણેક સામે નોંધાવશે ફરિયાદ
જામનગરઃ દ્વારકામાં કથાકાર મોરારી બાપુ પર પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે ઘટનાને આહીર સમાજે વખોડી કાઢી છે. જે બાદ શહેરમાં આહીર સમાજના અગ્રણીઓની તાત્કાલિક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં આહીર સમાજના પ્રમુખ તેમજ ડેપ્યુટી મેયર તથા આહીર સમાજ સમિતિના જુદા-જુદા હોદેદ્દારો હાજર રહ્યા હતા અને શનિવારે પબુભા માણેક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી.