રાજકોટમાં કૃષિપ્રધાન આર.સી ફળદુએ વિદ્યાર્થીઓને માસ્ક અને સેનેટાઇઝર સાથે આવકાર્યા - માસ્ક
રાજકોટઃ કોરોના મહામારી વચ્ચે આજથી રાજ્યમાં વિધિવત રીતે શાળાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં પણ અંદાજીત 895 જેટલી શાળાઓ આવેલી છે. તે શરૂ કરવામાં આવી છે. શાળા શરૂ કરવાના પ્રથમ દિવસોમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોલવામાં આવ્યા છે અને ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને રાજકોટની વિરાણી શાળા ખાતે આજે રાજ્યના કૃષિપ્રધાન આર. સી ફળદુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે માસ્ક અને સેનેટાઇઝર સાથે પ્રવેશ કરાવ્યો હતો. જો કે શાળાઓમાં પ્રથમ દિવસે 60 ટકા જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા જોવા મળી હતી.