વડોદરાના પાલિકાનું રેઢિયાળ તંત્ર તેની કામગીરીને લઈને વિવાદોના વંટોળમાં - વડોદરા સમાચાર
વડોદરા : મહાનગરપાલિકાનું રેઢિયાળ તંત્ર છાશવારે તેની કામગીરીને લઈને વિવાદોના વંટોળમાં ઘેરાયેલું નજરે પડ્યું છે. હાલ, વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે પાલિકાની પ્રીમોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વડોદરા શહેરના ખોડિયાર નગર ચાર રસ્તા ખાતે પાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન ખોદાયેલા ખાડામાં પુરાણ ના અભાવે એક ટેમ્પો ફસાઈ ગયો હતો. જેને કારણે પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકો હાલાકીનો ભોગ બન્યા હતા.ત્યારે નગરજનોને પ્રાથમિક સુવિધા આપવા માટે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે.