પાટણ એસ.ટી.ડેપો દ્વારા પ્રવાસી પાસ ફરી શરૂ કરાયા - વૈશ્વિક કોરોના મહામારી
પાટણઃ એસ.ટી. વિભાગીય કચેરીની સૂચના મુજબ પાટણ એસ.ટી. ડેપો દ્વારા માસિક તેમજ ત્રિમાસિક પ્રવાસી પાસ કાઢવાની કામગીરી પુનઃ ચાલુ કરવામાં આવી છે. વૈશ્વિક કોરોના મહામારીમાં સરકારે ચાર તબકકાનું લોકડાઉન આપ્યા બાદ અનલોક 1 અને 2માં નિયમોને આધીન એસ.ટી. બસ સેવાઓ શરૂ કરી છે. જેથી રોજીંદા પ્રવાસીઓનો પ્રવાસ શરૂ થાય છે તો બીજી તરફ અપડાઉન કરતા નોકરિયાત લોકોને પાસની સુવિધા ઉપલબ્ધ કરવા માટે સરકાર દ્વારા જાહેર કરેલા સૂચનાને પગલે એસ.ટી નિગમ દ્વારા દરેક ડેપોમાં પ્રવાસી પાસ કાઢી આપવાની સૂચનાઓ આપતા પાટણ એસ.ટી.ડેપો દ્વારા પ્રવાસી પાસ કાઢવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે. હાલમાં એસ.ટી.ડેપો દ્વારા મહેસાણા, ડીસા,બહુચરાજી, ચાણસમા, ઊંઝા સહિતના સ્થળોએ જવા માટે પાસ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઇ પાટણ ડેપો દ્વારા પાટણથી સુરત જતી બસ સેવા 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે.