સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ સોમવારે દુકાનો ખુલતા તંત્ર દ્વારા બંધ કરાવાઈ, વેપારીઓમાં રોષ - Voluntary Lockdown
સુરેન્દ્રનગરઃ શહેરી વિસ્તારોની બજારો સ્વૈચ્છિક લોકડાઉન બાદ આજે સોમવારે ખુલતા તંત્ર દ્વારા ફરી બંધ કરાવવામાં આવી હતી. જેથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા બળજબરીપૂર્વક શહેરની તમામ દુકાનો અને ધંધાઓ બંધ કરાવતા લોકો સહિત વેપારીઓમાં નારાજગી ફેલાઈ હતી. 5 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન બાદ ફરી બજારો ખુલતા પોલીસ દ્વારા દાદાગીરી કરીને દુકાનો બંધ કરાવી હતી.