ગુજરાત

gujarat

ETV Bharat / videos

સૂર્યગ્રહણના કારણે ડાકોર રણછોડજી મંદિરના દ્વાર રહેશે બંધ, દર્શનના સમયમાં કરાયો ફેરફાર - Dakor Temple

By

Published : Dec 26, 2019, 10:33 PM IST

ખેડાઃ આજે સૂર્યગ્રહણને લઈને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે મંદિરના દ્વાર બંધ રહ્યા છે. તેમજ દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આજે બપોરે 12 કલાકે મંગળા આરતી બાદ મંદિરમાં દર્શન થઇ શકશે. આરતી બાદ ભગવાન ધનુમાર્સ આરોગવા બિરાજશે જેને લઈ દર્શન બંધ રાખવામાં આવશે. ત્યારબાદ બપોરે 1:30 કલાકથી 2 વાગ્યા સુધી દર્શન થશે. ત્યારબાદ ભગવાન ત્રણ ભોગ આરોગવા બિરાજે ત્યારે દર્શન બંધ રહેશે. 2:30થી 3 વાગ્યા સુધી દર્શન થશે, 3 કલાકે રણછોડજી રાજભોગ આરોગવા બિરાજશે તે સમયે દર્શન બંધ રહેશે. બાદમાં 3:30 કલાકથી 4 વાગ્યા સુધી દર્શનખુલ્લા રહેશે. પછી 4:15 કલાકથી 4:30 સુધી દર્શન ખૂલશે અને મંગળા આરતી બાદ નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે.

ABOUT THE AUTHOR

...view details