ગાંધીનગર: જમીન રિ-સર્વે બાદ ભૂલ સુધારણા અરજી સરકારને મળી, સૌથી વધુ બનાસકાંઠા અને સૌથી ઓછી અરજી ડાંગની - જમીન રિ સર્વે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા મહેસુલ પ્રધાનને જમીન રિ-સર્વે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, જમીન રિ-સર્વે બાદ ભૂલ સુધારણા માટે 2 લાખથી વધુ અરજી મળી છે. સૌથી વધુ 31,550 અરજી બનાસકાંઠા અને સૌથી ઓછી 56 અરજી ડાંગ જિલ્લાની આવી છે. જેથી હવે જોવાનું રહ્યું કે, સરકાર ભૂલ સુધારણા અંગે મળેલી અરજીઓ માટે કઈ રીતની કાર્યવાહી કરે છે.