મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષને લાંચ કેસમાં આગોતરા જામીન મંજૂર
મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન સામે લાંચ માંગવાનો ગુનો નોંધાયો હતો. દરમિયાન કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યુ કરતા કારોબારી ચેરમેનની મુશ્કેલીઓ વધી હતી. તેમણે મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા કોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા હતા. મોરબી જિલ્લા પંચાયતના તત્કાલીન કારોબારી ચેરમેન અને હાલના જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા વર્ષ 2017માં ત્રણ લાખની લાંચ માંગી હતી. ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા માટે માગેલી લાંચના કારણે ACB ટીમે ગુનો નોંધી કારોબારી ચેરમેનની ધરપકડ માટે તપાસ ચલાવી હતી. જો કે કારોબારી ચેરમેન નાસતા ફરતા હોય જેથી ACB ટીમે કોર્ટમાં દરખાસ્ત કરતા કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું. ધરપકડથી બચવા તત્કાલીન કારોબારી ચેરમેન અને હાલના જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાએ મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી આગોતરા શરતી જામીન મંજુર કર્યા છે. જેથી હાલ પુરતી જિલ્લા પંચાયતના પ્રમુખને રાહત મળી છે.