ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરામાં દૂષિત પાણીના કારણે કિશોરીનું મોત, રોષે ભરાયેલા સ્થાનિકોએ પાલિકાનો કર્યો વિરોધ - Vadodara Municipality protests

By

Published : Jan 31, 2020, 3:25 PM IST

વડોદરાઃ શહેરના નવાયાર્ડ વિસ્તારમાં સ્થિત ગાયત્રીધામ સોસાયટીમાં અમરનગર આવેલું છે. જ્યાં ગુરુવારે 13 વર્ષીય કિશોરીનું દૂષિત પાણી પીવાના કારણે મોત થયું હતું. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે. જેના કારણે લોકોને ઝાડા ઉલટી થઈ રહ્યાં છે. પાલિકાએ આ અંગે કોઈ પગલાં લીધા નથી. એટલે અમે પાલિકા બહાર વિરોધ કરી સ્વચ્છ પાણીની માગ કરી રહ્યાં છે અને આ માગ જો પૂરી નહીં થાય તો સ્થાનિકોએ વેરો ન ભરવાની ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

...view details