ગુજરાત

gujarat

ETV Bharat / videos

કોરોના સામે લડવા અમરેલી જિલ્લાનું વહવટી તંત્ર સજ્જ - અમરેલી ન્યૂઝ

By

Published : Mar 22, 2020, 10:20 AM IST

અમરેલી : સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં પહેલેથી જ કલમ 144 લાગુ કરવામાં આવી હતી, ત્યારે અમરેલી જિલ્લામાં આવતા સુરત અને મુંબઈથી વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ સ્થળોએ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની ટીમ હાલ સજ્જ છે. અમરેલી શહેરમાં કોરોના વાઈરસને લઈને વહીવટી તંત્રએ અમરેલી શહેરમાં રાજ્ય બહારથી આવતી બસ અને મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ કર્મી અને આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને આ તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 129 બસોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 5064 મુસાફરોની ચેક કરવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન છ મુસાફરોને તાવ શરદી ઉધરસ જોવા મળ્યા હતા અને કુલ 21 મુસાફરો આઉટ સ્ટેટના હોય તેમનું પણ ચેકિંગ કરતા તમામ લોકો હાલ નોર્મલ જોવા મળ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં આગામી સમયમાં વડાપ્રધાનની અપીલને માન રાખી સર્વ જનતાએ એક દિવસ જનતા કરફ્યુ પાળવાની પણ જિલ્લા કલેકટરે અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details