નવસારીમાં આદિવાસીનું પરંપરાગત ઘેરૈયા નૃત્ય યોજાયું - ઘેરૈયા નૃત્ય
નવસારી: દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તરોમાં આદિવાસીઓનું પરંપરાગત 'ઘેર નૃત્ય' એટલે ઘેરૈયા નૃત્ય. જો કે ઘેરૈયા ગરબા હવે લુપ્ત થઇ રહ્યા તેમજ આદિવાસી સમાજોમાં પણ મર્યાદિત થઇ ગયું છે. જો કે, ઘેરૈયાની પરંપરા જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને પ્રયાસ કરી રહ્યા છે. જે અંતર્ગત છેલ્લાં 20 વર્ષથી લાભ પાંચમનાં દિવસે બીલીમોરાનાં મહાદેવ મંદિર ખાતે ઘેરૈયા હરીફાઇ યોજાય છે જે 200 વર્ષ જૂની પ્રણાલિકા છે.
Last Updated : Nov 2, 2019, 6:20 AM IST