ડીસામાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ કોવિડ-19 રથનું પ્રસ્થાન કરાવ્યું - ડીસમાં કોવિડ-19 રથની શરૂઆત
બનાસકાંઠા: જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના દરરોજ 50થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે લોકો આ વાઇરસથી બચે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સરકારે કોરોના પ્રત્યે જાગૃતિ લાવવા માટે કોવિડ-19 વિજય રથની શરૂઆત કરી છે. ગુરુવારે ડીસામાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ આ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.