અડાજણ પોલીસે વિદ્યાર્થિનીઓની છેડતી કરનારા આરોપીની કરી ધરપકડ - સુરત પોલીસ
સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીઓની સાથે અજાણ્યો શખ્સ ગત 2 માસથી શારીરિક છેડછાડ અને બિભત્સ ઈશારા કરતો હતો. જેથી વિદ્યાર્થિનીઓએ આ અંગે તેમના પરિવારને જણાવ્યું હતું. પરિવારે શાળા નજીક વોચ ગોઠવી છેડતી કરનારા આરોપીને દબોચી લીધો હતો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો. જેથી પોલીસે આરોપી અમિત મોરેની ધરપકડ કરી પોક્સો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.