ગુજરાતી ફિલ્મ જગત શોકાતુરઃ અભિનેતા હિતેનકુમારે અર્પી મેગાસ્ટાર નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ - નરેશ કનોડિયા
ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકારો અત્યારે શોકાતુર છે. ગુજરાતી મિલેનિયમ સુપરસ્ટાર નરેશ કનોડિયાની વિદાયથી દરેક લોકો અત્યારે શોકમાં છે, ત્યારે અભિનેતા હિતેનકુમાર દ્વારા પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. હિતેન કુમારે શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું કે, આજે ગુજરાતી સિનેમાના એક યુગનો અંત થયો છે. મહેશ-નરેશની જોડી કોઈ તોડી શકે તેમ નહોતું, ત્યારે આજે ભગવાનને ત્યાં પણ મહેશ-નરેશ જોડી સ્વરૂપે પહોંચ્યાં છે.
Last Updated : Oct 27, 2020, 5:02 PM IST