ગુજરાત

gujarat

ETV Bharat / videos

અભિનેતા હિતેન કુમારે કોરોનાથી બચવા શાકભાજી-ફળ ખરીદવાની સમજાવી રીત - actor hiten kumar

By

Published : Apr 24, 2020, 5:37 PM IST

અમદાવાદઃ રાજ્યમાં મોટી સંખ્યામાં કોરોના શાકભાજી અને ફળ ખરીદનાર પાસેથી ફેલાઈ રહ્યો હોવાથી ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતેન કુમારે લોકોને શાકભાજી અને ફળની ખરીદી માટે ડોલનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. અમદાવાદમાં 65 વ્યક્તિ કે જે શાકભાજી અને ફળ વેચનારા છે તેમના રિપોર્ટ આવ્યા હોવાનું ઉદાહરણ આપતા અભિનેતા હિતેન કુમારે જણાવ્યું હતું કે, હાલના સમયમાં શાકભાજી અને ફળની ખરીદી કરવા માટે ડોલનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. બહારથી ખરીદીને લાવેલા શાકભાજી અને ફળને ડોલમાં ગરમ પાણી ભરી તેમાં ખાવાનો સોડા નાખી તેને 10 થી 15 મિનિટ રાખવામાં આવે જેથી વાઈરસ નીકળી જાય અને ત્યારબાદ શાકભાજી અને ફળ કાઢી તેને સાદા પાણીથી ધોઈ ઉપયોગ કરી શકાશે. બીજુ શું કહ્યુ હિતેન કુમારે..સાંભળો વીડિયો

ABOUT THE AUTHOR

...view details