વલસાડમાં ભાજપનો ભગવો લહેરાયો, પ્રમુખ હેમંત કંસારાને કાર્યકરોએ મોં મીઠુ કરાવ્યું - ભાજપ
વલસાડઃ સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ગત 28 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેની મંગળવારે મતગણતરીની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. જેમાં વલસાડમાં ભાજપનો ભગવો લહેરાતા પ્રમુખ હેમંત કંસારાને કાર્યકરો દ્વારા મોં મીઠુ કરાવવામાં આવ્યું હતું.