મગફળી કૌભાંડ મુદ્દે રાજકોટ કલેક્ટરનો દિલાસો, કસૂરવાર સામે કડક પગલા લેવાશે
રાજકોટ: કલેકટર રેમ્યા મોહન દ્વારા મગફળી કૌભાંડ મામલે આજે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કૌભાંડ સામે આવ્યા બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેમજ રાજકોટ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને જણાવ્યું કે કૌભાંડ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.