ગુજરાત

gujarat

ETV Bharat / videos

Murder Case in Jamnagar : 8 વર્ષના પુત્રની જુબાનીથી પિતાની હત્યાના આરોપીને આજીવન કેદ - ક્રાઈમ કેસ જામનગરમાં

By

Published : Feb 7, 2022, 12:14 PM IST

જામનગર : કાલાવડના ફગાસ ગામમાં મજૂરી કામ કરતા જગમલ અજમાલ નામના શ્રમીક કેબ્રુઆરી 2015ના રોજ રાત્રે ખેતરમાં સુતા હતા. તે સમયે મોહન પરમાર નામના શખ્સે તેના ગળા પર છરી ફેરવી હત્યા (Murder Case in Jamnagar) કરી નાખી હતી. ત્યારે તે બનાવને લઈને આજે જામનગરની અદાલતમાં વકિલે પાંત્રીસ સાહેદોની જુબાની તેમજ છવ્વીસ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેમાં હત્યા સમયે મૃતકના મોટા પુત્રએ પોતાની નજર સામે બનેલો બનાવ અદાલત સમક્ષ રજૂ કર્યો સાથે જ સરકારી વકીલે કરેલી દલીલો પણ રજૂ થઈ હતી. અદાલતે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી મોહન પરમારને તકસીરવાન ઠરાવી IPC 302ના ગુના હેઠળ આજીવન કેદની (Accused Sentenced to Life Imprisonment for Murder in Jamnagar) સજા સાથે પાંચ હજારનો દંડ તેમજ જી.પી. એક્ટની કલમ 135(1)ના ગુનામાં 6 મહિનાની (Crime Case in Jamnagar) કેદનો હુકમ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details