જામનગરમાં યુવતીનું અપહરણ બાદ દુષ્કર્મ કરનાર આરોપીની ધરકપડ - જામનગર પોલીસ
જામનગર : શહેરમાં સીટી-એ ડિવિઝન વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઇ છે. જોકે, જામનગર પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડયો છે અને આરોપીની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં આરોપી યુવતીનું અપહરણ કરી અને અન્ય જગ્યાએ લઇ જઇ તેણી પર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. જોકે, આરોપી સાથે અન્ય શખ્સો પણ સંડોવાયેલા હતા. તેના વિશે પણ પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.