બનાસકાંઠા: ધાનેરા રોડ પર કારમાં આકસ્મિક આગ લાગી, સદનસીબે જાનહાની ટળી - ધાનેરા ફાયર ફાઈટર
બનાસકાંઠાઃ જિલ્લામાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આવા સમયમાં ધાનેરા રોડ પર એક આકસ્મિક ઘટના બની હતી. જેમાં ધાનેરામાં ચાલુ ગેસકીટ વાળી કારમાં શોર્ટસર્કિટના કારણે અચાનક આગ લાગતા મુખ્ય માર્ગ પર જ અફરાતફરી મચી ગઇ હતી. આ આગની જાણ થતાં જ કારચાલક સહિત ત્રણ લોકો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાની જાણ ધાનેરા ફાયર ફાઈટરને થતાં ઘટના સ્થળે પહોંચીને સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. કાર સહિત તેમાં પડેલો 30 હજારનો માલ સામાન પણ બળીને ખાખ થઇ જતા કાર માલિકને નુકસાન થયું છે.