ડાકોર સેવાલિયા રોડ પર કાર અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4નાં મોત-1 ગંભીર ઘાયલ - Accident between car and Truck
ખેડા: ડાકોર-સેવાલિયા રોડ પર ગળતેશ્વર તાલુકાના અંબાવ પાસે લકઝરી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 1 ગંભીર રીતે ઘાયલ છે. આજે રવિવારે બપોરે ડાકોર-સેવાલિયા રોડ પર ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામ પાસે કાર અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પાંચ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સેવાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને હોસ્પિટલ ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકોની ઓળખ થઇ છે. આ પાંચ યુવાનો ગોધરાના હતા, તેઓ કાર લઈ વડતાલ મંદિરે દર્શનાર્થે ગયા હતા. જ્યાંથી પરત ફરતાં અકસ્માત સર્જાયો હતો. મહત્વનું છે કે, આ રોડ ગોધરાને અમદાવાદથી જોડાતો હોવાથી ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર ખાનગી લકઝરી બસો બેફામ બનીને દોડે છે. જેને લઇ અવારનવાર આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે. ત્યારે બેફામ બનતી ખાનગી બસો પર કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.
Last Updated : Oct 13, 2019, 8:18 PM IST